Wednesday, 8 May 2019

પંચકર્મ

આરોગ્ય ગીતા - વત્સલ વસાણી
આયુર્વેદની આગવી અને અસરકારક ચિકિત્સા પદ્ધતિ: પંચકર્મ..
પ્રત્યેક વ્યક્તિના શરીરમાં વાયુ, પિત્ત અને કફ એ ત્રણ દોષ હોય છે. જો આ દોષો વધી કે ઘટી જાય તો એ શરીરમાં રોગની થાય 
આયુર્વેદ જ્યારે એના આઠે અંગોથી સજ્જ અને સાધક જેવા સમર્થ ચિકિત્સકોથી સુશોભિત - સંરક્ષિત હતો ત્યારે એની આન અને શાન કંઇક અલગ હતી. દુનિયાનું એક પણ ચિકિત્સા વિજ્ઞાાન એની બરાબરી કરી શકે તેમ ન હતું. 'સાયન્સ ઓફ લાઇફ' અર્થાત્ એક સંતુલિત જીવન વિજ્ઞાાન તરીકે એની શોભા અને પ્રતિષ્ઠા પણ અનેરી હતી. 
એકધારી ગુલામી ને અંગ્રેજી શાસન દરમિયાન વચ્ચે એક એવો ગાળો આવ્યો જ્યારે એના એક પછી એક અંગ (ડિપાર્ટમેન્ટ) ખંડિત થતાં ગયા અને માત્ર એ ઘરવૈદું કે ડોસીવૈદું હોય એવી હાલત થઇ ગઇ. સમ્રાટ અશોકના સમય પહેલાં આયુર્વેદમાં સર્જરી (શલ્ય તંત્ર) અને આંખ, કાન, નાક, દાંત અને ગળાના રોગોનો એક અલગ વિભાગ હતો જેને શાલાક્ય તંત્રના નામથી ઓળખવામાં આવતો. બાળકોની સારવારનો પણ એક અલગ વિભાગ હતો જેને 'કૌમાર ભૃત્ય તંત્ર' (અર્થાત્ બાળ ઉછેરનું વિજ્ઞાાન એવું) નામ આપવામાં આવેલું.
પંચકર્મ નામની એક ક્રિયાત્મક ચિકિત્સા પધ્ધતિ પણ આયુર્વેદના સુવર્ણ કાળમાં પૂરબહારમાં ખીલેલી હતી. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય, ભાવ પ્રકાશ અને શારંગધર સંહિતા જેવા ગ્રંથોમાં આ અંગેનું ભરચક સાહિત્ય અને ક્રિયાત્મક માર્ગદર્શન ઉપલબ્ધ છે.
આયુર્વેદની દ્રષ્ટિએ પ્રત્યેક વ્યક્તિના શરીરમાં વાયુ, પિત્ત અને કફ એ ત્રણ દોષ હોય છે. જો આ દોષો વધી કે ઘટી જાય તો એ શરીરમાં રોગની ઉત્પત્તિ માટે નિમિત્ત બની શકે છે. અષ્ટાંગ હૃદયના રચયિતા મહર્ષિ વાગ્ભટ્ટ કહે છે : 'ય એવ દેહસ્ય સમા વિવૃદ્ધયે, ત એવ દોષા વિષમા વધાય' - જે દોષો સમ હોય ત્યારે શરીરને નીરોગી અને હૃષ્ટપુષ્ટ રાખે છે તેજ દોષો પ્રમાણ કરતાં વધતા કે ઓછાં હોય ત્યારે રોગનું કારણ બને છે આથી યોગ્ય આહાર વિહાર અને ઔષધ દ્વારા દોષોને સમ ખાવાનો પ્રયત્ન થવો જોઇએ.
મહર્ષિ સુશ્રુતનો પણ આજ મત છે. તેઓ (ચિકિત્સા સ્થાન અધ્યાય ૩૩/૨માં) કહે છે : ઘટેલા દોષોને વધારવા, પ્રકુપિત થયેલા વાયુ, પિત્ત અને કફ જેવા દોષોને શાંત કરવા તથા પ્રમાણ કરતા વધી ગયેલા દોષોને (શોધન ચિકિત્સા - પંચકર્મ દ્વારા) શરીરમાંથી બહાર કાઢવા અને સમસ્થિતિમાં રહેલા-શાંત દોષોનું પરિપાલન કરવું એ આયુર્વેદનો પાયાનો સિદ્ધાન્ત અને પ્રમુખ ઉદ્દેશ છે.
આયુર્વેદ પાસે વર્ષોથી આ વિચાર અને ઉપચાર પદ્ધતિ મોજુદ છે. દોષ અને રોગને અંદર શાંત કરીને દાબી કે બેસારી દેવો એ ચિકિત્સાની એક સામાન્ય પદ્ધતિ છે. તેમ રોગને એના મૂળમાંથી ઉખેડી બહાર ફેંકવો એ બીજી પદ્ધતિ છે. પહેલી પદ્ધતિને શમન ચિકિત્સા તો બીજી પદ્ધતિને શોધન ચિકિત્સા કહે છે. 
'શોધન' એટલે વધેલા દોષ, ધાતુ અને મળોને શરીરની બહાર કાઢી નાખવા. જ્યારે 'શમન' એટલે વધેલા દોષોને શરીરની બહાર ન કાઢતા, એ અંદર રહે છતાં શરીર માટે નુકસાનકારક ન બને તેવા (નિરુપદ્રવી) બનાવી દેવા. એનું બળ ઘટાડીને નિષ્ક્રિય કરી નાખવા.
આ શોધન અને શમન ચિકિત્સા પદ્ધતિમાં પણ પ્રાધાન્ય તો શોધનનું જ છે. કેમકે એ રોગને જડમૂળથી નાબૂદ કરવાની વિધિ છે. શોધન ચિકિત્સામાં જે જે ક્રિયાઓ કરવામાં આવે છે તેમાં પંચકર્મની ક્રિયાઓ મહત્વની અને પરિણામપ્રદ છે.
પંચકર્મ વિના આયુર્વેદનો ચિકિત્સા વિભાગ અધૂરો અને પાંગળો ગણાય. આ ૨૧મી સદીમાં આયુર્વેદની પુન: પ્રતિષ્ઠાનું મોજું જ્યારે વિશ્વ આખામાં ફરી વળ્યું છે ત્યારે આયુર્વેદના પ્રેમીઓ, આયુર્વેદના વિદ્વાનો અને વૈદ્યરાજોએ પ્રબળ પુરુષાર્થ દ્વારા તમામ સ્તરે આ તક ઝડપી લઇને પુન: પ્રતિષ્ઠાના કાર્યમાં (સંયુક્ત રીતે) લાગી જવું જોઇએ. 
ખાસ તો શાસ્ત્રના ઊંડા અધ્યયન પછી પોતાના જ્ઞાાનને ચિકિત્સા વ્યવસાયમાં ક્રિયાન્વિત કરવું જોઇએ. પ્રત્યેક આયુર્વેદિક ચિકિત્સાલયની સાથે હવે પંચકર્મનો વિભાગ પણ જોડાઇ જવો જોઇએ, કેમકે શમન અને શોધન ચિકિત્સાના જોડાણથી બે પગથી ચાલતા માનવી કે બે પાંખથી ઉડતા પક્ષી જેટલી ઝડપ અને પૂર્ણતા આ ક્ષેત્રમાં આવશે.
મહર્ષિ ચરકે આ શોધન રૂપ પંચકર્મ ચિકિત્સાનું મહત્વ બતાવતા (સૂત્ર. અધ્યાય ૧૬/૧૯-૨૦માં) કહ્યું છે :
'દોષા : કદાચિત કુપ્યન્તિ જિતા બંધન પાચનૈ :
જિતા સંશોધનૈર્યે તુ ન તેષાં પુનરુદ્ભવ: ।
દોષાણાં ચ દ્રુમાણાં ચ મૂલે અનુપહતે અતિ
રોગાણાં પ્રસવાનાં ચ મતાનામ્ આગતિર્ધુવા ।।'
અર્થાત્ વધેલા દોષોનું લંઘન જેવા ઉપાયોથી અથવા તો ઔષધો દ્વારા શમન કરીને એના પર વિજય મેળવી લીધો હોય એવું ભલે લાગે પણ તક મળતાં એ ફરીથી પ્રકુપિત થઇ રોગોત્પત્તિ કરી શકે છે. પરંતુ પંચકર્મ જેવી શોધન ચિકિત્સા અને અન્ય પ્રક્રિયાઓથી દોષોને બહાર કાઢી નાખવામાં આવે તો એને ફરીથી થવાની કોઇ તક મળતી નથી. રોગનું અને ઝાડનું જ્યાં સુધી મૂળ ન ઉખેડી નાખવામાં આવ્યું હોય ત્યાં સુધી અનુકૂળ સંજોગો આવતાં તે ફરીથી કોળીને ઘેઘૂર બની શકે છે. પણ જો મૂળ સહિત ઉખેડી નાખવામાં આવે તો એ ફરીથી પ્રગટ થઇ શકતું નથી.
પંચકર્મ નામક્ આ શોધન ચિકિત્સાનું લક્ષ્ય જ રોગ અને દોષને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવાનું છે, જેથી ભવિષ્યમાં ફરી ક્યારેય બાકી રહી ગયેલા દોષમાંથી રોગને પ્રકટ થવાની ભીતિ ન રહે.
પંચકર્મ એ માત્ર રોગી માણસને રોગમુક્ત કરવાની જ ચિકિત્સા પદ્ધતિ નથી પણ માણસ બીમાર ન પડે, નિત્ય નીરોગી રહીને જીવી શકે એ માટે પણ એની ખાસ ઉપયોગિતા છે. ઉંમર પ્રમાણે, નિરંતર થતાં રહેતા ઋતુઓના પરિવર્તન પ્રમાણે, આજના દોડાદોડી ભર્યા જીવનના કારણે આહાર વિહારમાં થતી રહેતી ભૂલોના કારણે શરીરમાં દોષોનો સંચય (સંગ્રહ) અને પ્રકોપ થતો રહે છે. સંગ્રહિત થયેલા આ વાયુ, પિત્ત તથા કફ જેવા દોષો શરીરમાં રોગોની ઉત્પત્તિ કરે તે પહેલાં જ એને બહાર કાઢી નાખવા જોઇએ. દોષોને બહાર કાઢવાની અથવા તો શરીર શુદ્ધિની ચિકિત્સા એટલે પંચકર્મ.
કાર નવી ખરીદી હોય, સ્કૂટર, બાઈક કે કોઇ પણ વાહન હજુ તો નવા હોય અને બગડયા ન હોય તો પણ અમુક કિલોમિટર ચાલે કે અમુક મહિના થાય એટલે આપણે એની સર્વિસ કરાવી લઇએ છીએ. આ રીતે સર્વિસ કરાવતા રહેવાથી લાંબા સમય સુધી વાહન બગડતું નથી અને બરાબર ચાલ્યા કરે છે.
વાહનને બગડતું બચાવવા જે રીતે સર્વિસ કરાવવી જરૂરી હોય છે તેમ શરીરને બગડતું બચાવવા જરૂર પડે ત્યારે પંચકર્મ દ્વારા શરીર શુદ્ધિ કરતાં રહેવું જોઇએ, તો લાંબા સમય સુધી સ્વસ્થ નીરોગી રહીને દીર્ઘકાલીન જીવી શકાય છે.
જો તમે સમયસર સર્વિસ કરાવતા રહીને વાહનની સંભાળ ન રાખો તો અચાનક એ બગડે છે અને ત્યારે પણ વાહનને ગેરેજમાં મોકલવું કે મૂકવું પડે છે. શરીર બગડે પછી પણ પંચકર્મ દ્વારા એને ફરીથી દુરસ્ત કરી શકાય છે.
(કયા પાંચ કર્મોને પંચકર્મ કહે છે અને તે કયા કયા રોગોને મટાડે છે તે બધું આવતા અંકે) 
ગુજરાત સમાચાર તા. 08/05/2019
શતદલ પૂર્તિ
આરોગ્ય ગીતા : વત્સલ વસાણી
પંચકર્મ થેરાપીના ફાયદા...ડો. ઉન્નતિ ચાવડા
પંચકર્મ ચિકિત્સા : આયુર્વેદના અમૂલ્ય રત્નો
મોટામાં મોટા રોગ નો ઇલાજ છે આયુર્વેદની પંચકર્મ ચિકિત્સા. 
આયુર્વેદ માત્ર સારવાર પધ્ધતિ જ નથી, આયુર્વેદ નો અર્થ છે જીવન જીવવાની સાચી રીત.
પંચ એટલે પાંચ, કર્મ એટલે પ્રક્રિયા, આમ અલગ અલગ રોગો માટે કરવામાં આવતી મુખ્ય પાંચ પ્રક્રિયાઓ એટલે પંચકર્મ. આમાં પાંચ ક્રિયાઓ નો સમાવેશ થાય છે , જેથી પંચકર્મ તરીકે ઓળખવામાં આવે છે
જેવી રીતે મેલા કપડા ને ધોવાથી તેમાં રહેલા ડાઘ – અશુદ્ધિઓ દૂર થઇ જાય તેવી જ રીતે પંચકર્મ થી શરીર ની સાફ સફાઇ થી શરીર ની અંદર રહેલ કચરો દૂર થઇ જાય છે. આયુર્વેદ મુજબ વાયુ-પિત્ત-કફ એ રોગ કરનારા કારણો માં મુખ્ય છે, આ ત્રણેય ને દોષ કહેવામાં આવેલ છે. આ દોષો ના મુખ્ય સ્થાન રૂપ જે ભાગ કહ્યા છે, તે ભાગ માંથી પંચકર્મ દ્વારા તે દોષ ને દૂર કરવામાં આવે છે.
પંચકર્મ વિધિથી શરીરને ઝહેરીલા તત્વો વડે મુક્ત કરી શકાય છે. આનાથી શરીરની બધી જ શીરાઓની સફાઈ થઈ જાય છે. પંચકર્મ પદ્ધતિ દ્વારા રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. સાધારણથી લઈને ગંભીર બિમારીઓમાં પણ આ પદ્ધતિ ખુબ જ ફાયદાકારક સિદ્ધ થઈ છે. તાકાત વધે છે, પાચનશક્તિ વધે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, ચામડીની ચમક વધે છે, પાચન તંત્રની કાર્ય શક્તિ સુધરે છે, સ્મરણશક્તિ ગ્રહણશક્તિ વધે છે, આંખોનું તેજ વધે છે. મન અને માનસિક ભાવો પર પણ પંચકર્મ ની પોઝીટીવ અસરો થાય છે.
સાજા વ્યક્તિ પણ પંચકર્મ કરાવી શકે છે.
પંચકર્મ ચિકિત્સા:-પાંચ કર્મો દ્વ્રા આખા શરીરની શુધ્ધિ કરી અને કષ્ટસાધ્ય રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે.
વમનકર્મ
વિરેચન કર્મ
બસ્તિ કર્મ
નસ્ય કર્મ
રક્તમોક્ષણ કર્મ
આ પંચકર્મ સાથે અન્ય કર્મો પણ જોડાયેલા છે.
સ્નેહન
સ્વેદન
કટીબસ્તિ
જાનુબસ્તિ
કર્ણપૂરણ
અક્ષિતર્પણ
કવલ
ગંડૂષ
શિરોધારા
શિરોબસ્તિ
આ તમામનો રોગાનુસાર પ્રયોગ કરી રોગમુક્તિ મેળવી શકાય છે.
વાત-પિત્ત-કફ શું છે ?
આ સૃષ્ટિ પંચમહાભૂતોની બનેલી છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પંચમહાભૂતો જ પ્રાણીઓના શરીરરૂપી પિંડમાં પણ મળે છે. શરીરમાં વાત, પિત્ત, અને કફ એ આ પંચમહાભૂતોનાં જ સ્વરૂપ છે. ખાલી જગ્યા તે આકાશ છે. પૃથ્વી અને જળ તે કફ છે. તેજ અથવા અગ્નિ તે પિત્ત છે અને વાયુ તે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ પાંચ પ્રકારે રહેતો વાયુ છે. વાયુનો ગુણ વહન કરવું, લઈ જવું, હલનચલન વગેરે ક્રિયાશક્તિ છે. પિત્તનો ગુણ ઉષ્મા, પ્રકાશ અને જ્ઞાન છે. કફનો ગુણ વાત અને પિત્તનાં કાર્યોને આધાર આપવાનો તેમની ભૂમિકારૂપ બનવાનો છે. 
પિત્ત અને કફની સરખામણીમાં વાયુ વધુ શક્તિશાળી છે. પિત્ત અને કફ પાંગળા છે, તેમને પ્રવૃત્ત કરનાર વાયુ છે. 
ડો. ઉન્નતિ ચાવડા
આયુર્વેદ પંચકર્મ નિષ્ણાંત
Call 9773170560/9825463394
Panchakarma is a five-fold therapy; it is highly individualized treatment based on your Ayurvedic constitutional type, doshic imbalances, age, digestive strength, immune status, and many other factors.
Feeling sluggish, depressed, unmotivated? Having difficulty with emotional issues, digestion or concentration? 
You may be benefit dramatically from panchakarma:
1.Decrease cholesterol by lowering toxic lipid peroxide levels
2.Decrease the rate of platelet clumping and thus lymphatic congestion
3.Decrease major toxic and cancer causing chemicals from body tissues such as heavy metals, pesticides and other hazardous environmental chemicals.
4.Significantly raised good HDL cholesterol
5.Lowered diastolic blood pressure
6.Reduce free radicals, the leading cause of disease and cancer
7.Reduce bodily complaints, irritability, bodily strain and provide emotional stability.
8. Decrease anxiety & aging
We will evaluate in each session your stress levels, stress resistance, resistance towards disease, real state of your immune system, your Panchamahabutas (elements), doshas, the functioning of the dhatus (tissues) and Srotas( channels), how your organs are functioning, how much energy they take from your body, the state of your chakras and of course, the state of your digestive capacity, which will increase your awareness and understanding of the functioning of your body and the real state of your health.
Call 9773170560/9825463394


No comments:

Post a Comment

મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર

  મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સહજ બાબત છે.પરંતુ જેમ જેમ બાળકની ઉમર વધતાં ...