Saturday, 30 October 2021

મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર

 મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર

બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સહજ બાબત છે.પરંતુ જેમ જેમ બાળકની ઉમર વધતાં રાત્રે પથારીમાં પેશાબ થઇ જાય તે બાળક તેમજ માતા-પિતા માટે સંકોચ અને ચિંતા કરાવે તેવો પ્રશ્ન છે.
ખાસ કરીને દીકરીઓ જ્યારે ઉંમરમાં મોટી થતી હોય ત્યારે આ પ્રશ્ન માબાપ માટે ખુબજ ચિંતાદાયક હોય છે. અમો આયુર્વેદ દવાઓ પરેજી યોગાથી છેલ્લા 30 વર્ષ માં અસાધારણ પરિણામો મળેલ છે. જો આપના ફેમિલીમાં માં પણ આ પ્રશ્ન આપને પરેશાન કરતો હોય તો એકવાર રૂબરૂ મળી જરૂર થી કન્સલ્ટિંગ કરાવો..
અમુક કિસ્સાઓમાં મોટી ઉમર સુધી એટલેકે 14 –15 વર્ષની ઉમરના બાળકમાં પણ એ સમસ્યાનો હલ નથી થતો હોતો. ખાસ કરીને દીકરીઓ માં જ્યારે માસિક આવવા લાગે અથવા તો માસિક આવી ગયા પછી પણ મે આવી સમસ્યાઓ જોઈ છે. ઘણા કેસ માં તો 20-22વર્ષ ની દીકરા-દીકરીઓ માં આવી સમસ્યાઓ જોઈ છે અને આયુર્વેદ દવાઓ દ્વારા અસરકારક પરિણામો મેળવેલ છે.
પ્રેક્ટિસ માં એવા ઘણા પેશન્ટ જોયેલા છે જે રોજ રાત્રે બે ત્રણ વાર પથારીમાં પેશાબ કરી જતા હોય અમુક બાળકો તો એક બપોરે પણ સુવે તો પથારીમાં પેશાબ કરતા હોય કોઈ લગભગ એક અઠવાડિયામાં પાંચ રાત અચૂકપણે પથારીમાં પેશાબ કરી જતો. આ ઉમરના બાળક અને તેની માતા બંને માટે આ સમસ્યા સ્વાભાવિકપણે જ ક્ષોભજનક હતી. આ કારણસર બાળકો શરમજનક પરિસ્થિતિમાં મુકાતા હોય છે
અહી મારે એ બાળક નો ‘પથારીમાં થતો પેશાબ’ જ અટકાવવાનો ન હતો. પરંતુ આયુર્વેદ દવાઓ ની સાથે રાતે જવુ પડે તો જાતે ઉઠી શકે તે માટે માનસિક રીતે પણ સંભાળવાનું હતું જેથી ભવિષ્યમાં માં એની માનસિક પરિસ્થિતિ બરાબર રહે...
આયુર્વેદિક દવાઓ થી એ બાળક પથારીમાં પેશાબ કરવાનું તો પહેલા 15 દિવસમાં જ ઓછું થઇ ગયું ને ૪ મહિનામાં તો તદન બંધ પણ થઇ ગયુ.. ઘણા કિસ્સાઓમાં કોઈ ને કોઈ સાયકોલોજીકલ પરિબળ પણ ભાગ ભજવતા હોય છે. ક્યારેક માતા પિતામાં વચ્ચે કે ઘરમાં થતી અણબનાવ કે અન્ય કોઈ તણાવ બીક ભય થાકવગેરે જેવા કે અન્ય કોઈ પણ કારણ ને લીધે પણ બાળકના મન પર અસર થઇ શકે.
દરેક બાળક એકબીજાથી સંપૂર્ણ અલગ છે. દરેક ની માનસિક શારિરીક સમસ્યાઓ અલગ છે. પણ ઘણાખરા માતા પિતા આ સમસ્યા માટે એમના બાળકની આળસ કે બેજવાબદારી ને કારણભૂત માનતા હોય છે. પણ હકીકત એવી જરાય નથી.ઉલટું એ તો ઉપરથી નાના મોટા ભાઈ બહેન કે આજુબાજુના બીજા બાળકોની મજાક પાત્ર ન બની જાય એ માટે બચવાના વિચારમાં રહે છે.એક બાળકને જો એને મુંજવતી તકલીફ બાબતે કહી શકવાની જગ્યા યોગ્ય વ્યક્તિ દ્વારા અપાય એટલું પૂરતું છે. આવે સમયે બાળક પર કોઈ કટાક્ષ કે બીજા પાસે એની ટીકા ન કરતા એને સમજણ આપવાની જરૂર છે કે આ સમસ્યા બીજા બાળકોમાં પણ હોય છે ને એ બહુ આરામથી મટી પણ શકે છે. અને આ જરા પણ ગંભીર સમસ્યા છે નહિ.
તેમજ એનો ઈલાજ પણ એકદમ સરળ છે.
ડો ઉન્નતિ ચાવડા
આયુવેદ નિષ્ણાત 
રાજકોટ
Call 9773170560/9825463394

No comments:

Post a Comment

મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર

  મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સહજ બાબત છે.પરંતુ જેમ જેમ બાળકની ઉમર વધતાં ...