Friday 5 July 2019

Garbhsanskar ( ગર્ભસંસ્કાર )

Garbhsanskar ( ગર્ભસંસ્કાર )
ગર્ભાવસ્થા દરમિયાન માતાના ઉદરમાં જ બાળકને તંદુરસ્તી અને સંસ્કારો ની પ્રથમ ભેટ..
આવતી કાલની આરોગ્યવાન, સંસ્કારી અને બુદ્ધિમાન પેઢી માટે..
Lets build a spiritual and healthy journey of your unborn baby.
ગર્ભ સંસ્કાર ગર્ભાવસ્થા દરમિયાન બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે ખુબજ ઉપયોગી છે. ગર્ભમાં જન્મજાત અસાધારણતા રોકવા માટે મદદ કરી શકે છે. 
ગર્ભ સંસ્કાર by
ડો ઉન્નતિ ચાવડા
રાજકોટ
9825463394
9773170560
ગર્ભસંસ્કાર : ઉત્તમ આત્માના આહવાન માટે
શું તમે એક ઉત્તમ સંતાન ઈચ્છો છો ? તો તમારે આ લેખ વાંચવો જોઈએ. 
ગર્ભસંસ્કાર શું છે?.....ગર્ભસંસ્કાર ના ફાયદાઓ
તમે બાળક ને શ્રેષ્ઠ સંસ્કારો ગર્ભ માં જ આપી શકો છો અને તમારા બાળક માટે એક શ્રેષ્ઠ માતા બની શકો છો
ગર્ભ સંસ્કાર એટલે આવનારૂ બાળક ખુબ જ તેજવાન અને ઓજસ્વી બને તે માટે આપવામાં આવતા સંસ્કાર.
ધાર્યા મુજબ તંદુરસ્ત બુદ્ધિશાળી દિવ્ય બાળક મેળવી શકાય ખરું? શું આપ ને ખબર છે કે ઈચ્છીત અને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ કઈ રીતે થઇ શકે?
માતા પિતા ના આચરણની, બાહ્ય વાતાવરણ ની અસર ગર્ભસ્થ શિશુ પર પડે ખરી?. સાથે સાથે માતાના ગર્ભાવસ્થા દરમિયાન આહાર,વિહાર,સ્વાસ્થ્ય, વિચારોની ઉપર કેવી પડે છે?
શ્રેષ્ઠ બાળક ના ગર્ભ સંસ્કાર અને સંસ્કારોના સિંચન માટે આજે જ ગર્ભ સંસ્કાર સમજીએ..બાળક નું પ્લાનિંગ કરતા દંપતિ અને ગર્ભવતી માતાએ જરૂર થી સંપર્ક કરવો....
આયુર્વેદિક ગર્ભસંસ્કાર વિશિષ્ટ પ્રતિભાશાળી બાળકોને જન્મ આપવાનું વિજ્ઞાન છે.
આજનો યુગ શ્રેષ્ઠતાનો છે અને હર કોઈ માતા પિતા શ્રેષ્ઠ સંતાન ઈચ્છે છે.દરેક માતા પિતા પોતાનું બાળક તદુરસ્ત હોય,બુદ્ધિશાળી હોય,સંસ્કારી હોય,સુંદર હોય તેજસ્વી હોય ઓજસ્વી હોય તેવું ઈચ્છે છે..શુ આ સંસ્કાર પહેલે થી જ આપી શકાય છે?? જવાબ છે હા..
હા..ગર્ભસંસ્કાર દ્વારા આપના બાળક ને સંસ્કાર નું સિંચન કરી શકાય છે..
ગર્ભસંસ્કાર દ્વારા માતા ની સગર્ભાવસ્થામાં બાળક ના શારીરિક, માનસિક અને બૌદ્ધિક ભાવોનું સંવર્ધન કરી શ્રેષ્ઠ બાળક ને જન્મ આપી શકાય છે.
ગર્ભ સંસ્કાર બાળક ના ભવિષ્ય માટે અગત્ય નો ભાગ ભજવે છે.
ગર્ભ સંસ્કાર દ્વારા માતાના ગર્ભધાન પૂર્વેથી માંડીને જન્મ અને ત્યારબાદ જીવનમાં માતા-પિતાના વાત પિત કફની દોષો ની અશુદ્ધિઓથી માંડીને બાળકના જીવનમાં જાણ્યે અજાણે થતી અશુદ્ધિઓ દૂર થઈ શકે છે.
ગર્ભ સંસ્કાર એ ગર્ભમાંથી જ બાળકના ઘડતર તેમજ સંસ્કાર આપવાનો એક સંનિષ્ઠ પ્રયાસ છે.
દરેક માઁ પોતાનામાં રહેલા સંસ્કારોથી પોતાના બાળક માટે ગર્ભ થી મોક્ષ સુધી જવાનો માર્ગ તૈયાર કરી શકે છે. માતા સંસ્કારોનું સિંચન ગર્ભ અવસ્થા દરમિયાન પણ કરી શકે છે અને ત્યારે જ ગર્ભ સંસ્કાર નું મહત્વ વધી જાય છે અને આ સંસ્કારો માતા પોતાના ગર્ભ માં રહેલા બાળકને નવ મહિના દરમિયાન ગર્ભસંસ્કાર દ્વારા આપી શકે છે.
જેમ આર્કિટેક ઇમારત બનાવે તે પેહલા તેની તૈયારી રૂપે પ્રિન્ટ બનાવે છે તેમ ભાવિ માતાએ પણ પોતાના નવ મહિના પોતાના બાળકને સમર્પિત કરવા જોઈએ. જેનાથી બાળકમાં સત્યનિષ્ઠા, શાંતિ, એકાગ્રશીલતા,બુદ્ધિમત્તા, તેજ, ઓજ, શુભ ભાવ, વિનમ્રતા અને અન્ય ઈશ્વરીય ગુણોનું અવતરણ થઈ શકે છે.
ગર્ભસ્થ શિશુ ગર્ભમાં બધું જ સાંભળે છે, અનુભવ કરે છે અને બધું જ સમજે છે.જરૂર છે યોગ્ય માર્ગદર્શન ની,જે અમે આપીએ છીએ..
ડો ઉન્નતિ ચાવડા
આયુર્વેદ નિષ્ણાત
9825463394
બુદ્ધિમાન અને આરોગ્યવાન, સ્વસ્થ અને તંદુરસ્ત સંતાન જન્મે એ માટે માતાનું સ્વસ્થ, નીરોગી અને તંદુરસ્ત હોવું અત્યંત જરૂરી છે. પોતાનાં સંતાનો જન્મથી જ બુદ્ધિમાન - આરોગ્યવાન હોય એવું જો આજનાં યુગલો ઇચ્છતાં હોય તો જન્મપૂર્વે અને જન્મ પછી કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ જે તમને યોગ્ય માર્ગદર્શન ગર્ભસંસ્કાર દ્વારા અમે આપીએ છીએ...
બાળકોનો શારીરિક, માનસિક, બૌધ્ધિક, સામાજિક અને અધ્યાત્મિક વિકાસ માતાના ગર્ભમાં જ થઈ જાય છે. પોતાના બાળકનું ભવિષ્ય મા તેના ગર્ભમાં જ તૈયાર કરી શકે છે. સંકલ્પ, શુદ્ધિ, સંસ્કાર અને સહકારથી મા તેને મનગમતું બાળક, ઇચ્છિત સંતાન મેળવી શકે છે
સગર્ભાવસ્થામાં બાળક ના શારીરિક, માનસિક અને બૌદ્ધિક ભાવો નો સંપૂર્ણ આધાર માતા અને પિતા – એમ બંનેની શારીરિક અને માનસિક ક્ષમતા ઉપર જાય છે. સગર્ભા સ્ત્રી જેવા વાતાવરણ માં રહે છે અને જેવું ચિંતન કરે છે એની તેના બાળક પર અસર પડે છે. ખરેખર, ગર્ભાવસ્થા દરમિયાન દરેક સ્ત્રી બાળકના શારીરિક વિકાસની સાથે-સાથે માનસિક વિકાસની પણ કાળજી રાખે તો તે ધારે તેવી દિવ્ય આત્માને જન્મ આપીને આ વિશ્વને એક ઉત્તમ સંતાનની ભેટ આપી શકે છે. દરેક માતા તેની ઇચ્છા પ્રમાણેના બાળકને પેદા કરવાનું ધ્યેય બનાવે જેનાથી રાષ્ટ્રનો ઉદ્ધાર થઈ શકે.
અભિમન્યુ, ભક્ત પ્રહલાદ અને શિવાજી મહારાજ જેવા અનેક મહાપુરુષોના જીવન ગર્ભસંસ્કારનું પરિણામ છે. 
ભક્ત પ્રહલાદના બધા ગુણો દેવ જેવા હતા. એવું કેમ? શું કારણ છે જેણે પ્રહલાદને દેવ જેવા ગુણોના સ્વામી બનાવ્યા? જવાબ છે “ગર્ભસંસ્કાર”. ગર્ભસંસ્કાર એટલે ગર્ભસ્થ સ્ત્રી દ્વારા બાળકને ગર્ભમાંજ કરેલું સંસ્કારોનું સિંચન.
ગર્ભાવસ્થા દરમિયાન ભક્ત પ્રહલાદના માતૃશ્રી નારદમુનિના આશ્રમમાં રહેતા હતા. તેમનો સમગ્ર સમય ભગવાન નારાયણ ના મંત્ર જાપઃ અને પ્રભુની કથાઓ સાંભળવામાં વ્યતીત થતો હતો. આશ્રમમનું વાતાવરણ ખુબજ ભક્તિમય અને આહલાદક હતું.ભોજન પણ શુદ્ધ અને સાત્વિક હતું. આવા ભક્તિમય વાતાવરણની અસર તેમના ગર્ભસ્થ શિશુ પર પડી જેના ફળસ્વરૂપ ભક્ત પ્રહલાદમાં ભક્તિના બીજ રોપાયા અને ભારતવર્ષને શ્રેષ્ઠ ભક્ત ની ભેટ મળી. પુરાતનકાળમાં ગર્ભાવસ્થામાં જ પ્રયત્નો કરી અભિમન્યુ, પ્રહલાદ, શિવાજી, વિવેકાનંદ જેવા મહાન સંતાનોને તેમના માતાએ જન્મ આપ્યો હતો.
ઉત્તમ સંતાન ઈચ્છુક તમામ સગર્ભા સ્ત્રીઓ અને તેમના પતિ, સંતાન માટેનું પ્લાનીંગ કરનાર દંપતી અને નવ પરિણીત દંપતીઓને યોગ્ય માર્ગદર્શન ગર્ભસંસ્કાર દ્વારા અમે આપીએ છીએ.
આજે સૌ કોઈ ઇચ્છે તો છે કે પોતાને ત્યાં ઉત્તમ અને શ્રેષ્ઠ બાળકનો જન્મ થાય, પરંતુ એ માટે કરવું શું એ વિષેની પૂરતી માહિતી નથી હોતી.
આજે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહેલ તથા પ્રેગ્નન્ટ હોય એ દરેક દંપતીને આ માહિતી એમને ઘણી રીતે મદારરૂપ થઈ શકે છે. 
યોગ્ય માર્ગદર્શન અમે આપીએ છીએ..
જેમ કે, પ્રેગ્નન્સી પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ ? ઉત્તમ આત્માને આહ્વાન આપવા માટેની સમાગમ વિધિ કેવી હોવી જોઈએ ? પતિ-પત્નીએ આહાર-વિહારમાં કેવી કેવી કાળજી લેવી જોઈએ ? બાળક કંસિવ થઈ જાય પછી દરેક મહિના મુજબ કેવી કેવી સંભાળ રાખવી ? ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ માણવું યોગ્ય છે કે નહીં?ક્યારે શું ખાવું અને શું ના ખાવું ? ગર્ભાવસ્થા દરમિયાન પોષ્ટિક આહાર ગર્ભમાં રહેલ બાળક પર કઈ રીતે અસર કરે છે? ક્યાં, પ્રાણાયામ અને યોગાસન કરવા ? અને કઈ રીતે બેસવું, ઊઠવું, સૂવું ? ગર્ભમાં ક્યાં મહિને બાળકનું ક્યું અંગ વિકસે છે અને એ મુજબ એના ઉત્તમ વિકાસ માટે શું શું કાળજી લઈ શકાય તથા કેવી કેવી એક્ટિવિટી કરવી જોઈએ ? ક્યાં પુસ્તકો વાંચવા - કઈ ફિલ્મો જોવી ? સારા પુસ્તકો વાંચવાથી કે સારી ફિલ્મ જોવા થી તમારા બાળકની ભાવનાત્મક સ્વસ્થ પર કઈ રીતે અસર પડે કે જ્ઞાન પ્રાપ્ત થાય છે? પ્રેગ્નન્સી દરમિયાન બાળક કેવી રીતે ઈન્ટેલીજન્ટ બની શકે? ગર્ભવસ્થા દરમિયાન સંગીત બાળકના મગજમાં વિકાસ માટે કઈ રીતે લાભદાયી છે? અમુક રાગ તથા શ્ર્લોક-મંત્ર ગર્ભમાં રહેલ બાળકને કઈ રીતે લાભદાયી છે? માતા અને બાળકનો સંબંધ ગર્ભથી જ કઈ રીતે વિકસિત થવા લાગે છે?. આ ઉપરાંત બાળકના જન્મ બાદ એની કેર કઈ રીતે કરવી ? પ્રસૂતાની સંભાળ કઈ રીતે રાખવી ? બાળકના ઉત્તમ ઘડતર માટે સમયાંતરે બાળકમાં ક્યાં સંસ્કારો કરવા? 
નિયમિત રીતે આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ગર્ભાવસ્થા દરમિયાન બાળક માનસિક, શારીરિક,, ભાવનાત્મક અને રચનાત્મક રીતે વિકાસ પામે છે. તેમજ સાથે બુદ્ધિમતાનો વિકાસ પણ થાય છે.
પ્લાનિંગથી લઈને ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને એ બાદના ત્રણ મહિના સુધીનું માર્ગદર્શન અમે આપીએ છીએ. ર્ગર્ભસંસ્કારની શરૂઆત ગર્ભાધાનના ૩ માસ પહેલાથી શરૂ કરવી જોઈએ. જેને પ્રી-પ્લાનીંગ કહી શકાય. પરંતુ આજના સમયમાં તો ઘણી માતાઓને પ્રી-પ્લાનીંગની વાત તો દૂર રહી ગર્ભાધાન પછી પણ પોતે ગર્ભધારણ કર્યો છે, તેની જાણ સુધ્ધા હોતી નથી
મારી પાસે ગર્ભસંસ્કાર (ઉત્તમ તથા ઇચ્છિત સંતાન પ્રાપ્ત કરવા) માટેનું આવું અદ્ભુત જ્ઞાન છે તો પછી એનો લાભ લેવાનું ચૂકશો નહિ.
Call 9773170560/9825463394
સૌ પ્રથમ તો માતા બનવા ઈચ્છતી સ્ત્રીએ પોતાની શરીર શુદ્ધિ કરવી આવશ્યક છે. જે માટે આયુર્વેદમાં પંચકર્મની ચિકિત્સા બતાવી છે. આ ઉપરાંત ઘરનું વાતાવરણ પણ ખૂબ પવિત્ર અને આનંદમય હોવું જરૂરી છે. આ ઉપરાંત પતિ-પત્નીનો એકબીજા પર નિ:સ્વાર્થ પ્રેમ, વિશ્વાસ, આદરભાવ તથા સંયમિત જીવન પણ ગર્ભસંસ્કારમાં અગત્યનું મહત્વ ધરાવે છે. ગર્ભાવસ્થાનીપરિસ્થિતિમાં સકારાત્મક અભિગમ અને આનંદિત રહેવું જરૂરી છે. તે માટે ઘરના બીજા સભ્યોએ પણ તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ...તમારા વિચારો ગર્ભમાં રહેલ બાળકના મન પર પણ અસર કરે છે..આજકાલ બાળકનાં યોગ્ય વિકાસ માટે માતાની માનસિક સ્થિતિની યોગ્ય કાળજી લેવી કુટુંબની દરેક વ્યક્તિની જવાબદારી બને છે..સગર્ભા નારીએ મનને સકારાત્મક રાખીને, કુટુંબીઓની સાથે પ્રફુલ્લિત બનીને રહેવું જોઈએ
પંચકર્મની ચિકિત્સા
પતિ--પત્નીનું પંચકર્મ દ્વારા શુદ્ધિકરણ થયા પછી સ્ત્રીબીજ અને પુરુષબીજની સારી ગુણવત્તા માટે આયુર્વેદિક ઔષધિઓ, યોગ, ધ્યાન દ્વારા શારીરિક માનસિક સંતુલિત અવસ્થામાં યોગ્ય નિર્દેશાનુસાર ગર્ભાધાન કરાય છે.
આયુર્વેદિક પંચકર્મ અને ગર્ભ સંસ્કાર દ્વારા શુદ્ધિકરણ પછી સરળતાથી ગર્ભાધાન થાય છે. 
વર્તમાન સમયમાં ગર્ભસંસ્કારની અત્યંત આવશ્યકતા છે...
ચાલો આપણે સાથે મળીને દિવ્ય બાળકના સર્જન ની શરૂઆત કરીએ અને આપના સમાજ-દેશ ને એક આદર્શ, આરોગ્યવાન, સંસ્કારી અને બુદ્ધિમાન સંસ્કારી પેઢી નું પ્રદાન કરીએ...
આયુર્વેદ માં ગર્ભસંસ્કાર માટે ત્રણ તબ્બકાઓ આપ્યા છે.
1. ગર્ભાવસ્થા પૂર્વે નો સમય
2. ગર્ભાવસ્થા દરમિયાન નો સમય
3. પ્રસુતિ પછી નો સમય
બાળક ના જન્મ બાદ તેના વિકાસ માટે સુવર્ણપ્રાશન સંસ્કાર , નામકરણ સંસ્કાર આપવા માં આવે છે. 
સુવર્ણપ્રાશન એ સુવર્ણ ભસ્મ, મધ, અને મેધ્ય ઔષધો એટલે કે બુદ્ધિ વધારનાર ઔષધો, ના મિશ્રણ થી બનાવવામાં આવે છે.
જે બાળકો ના શારીરિક, માનસિક, બૌદ્ધિક, એમ સર્વાંગી વિકાસ માં લાભકારી છે.
સુવર્ણપ્રાશન અમારી હોસ્પિટલ પર ઉપલબ્ધ છે.
આમ જે ક્ષણ થી માતાપિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, ત્યારથી લઈ ને બાળક ના જન્મ પછી ના 2-3 વર્ષ સુધી ના સંપૂર્ણ સમયગાળા દરમિયાન બાળક માં સતત શ્રેષ્ઠ ગુણો અને સંસ્કારો ને સ્થાપિત કરવા માટેનો આ જ્ઞાન યજ્ઞ છે. કારણ કે આ જ્ઞાનમાં એવી શક્તિ છે જે આપણી આવનારી પેઢીને વધુ સક્ષમ અને વધુ પ્રેમાળ બનાવી શકે છે. આવનારી પેઢી સમૃદ્ધ હશે તો આપનો દેશપણ સમૃદ્ધિના નવા પડાવો પર પહોંચશે.
પ્રેગ્નન્સી પ્લાનિંગ થી લઈને ગર્ભાવસ્થા, અને ત્યારબાદ ના ત્રણ થી ચાર વર્ષ સુધીના સચોટ માર્ગદર્શન માટે આજેજ કોલ કરો..
માણસ ના જીવન માં જન્મ થી લઈને મૃત્યુ સુધી આવી પડતી ચિંતા, ઉપાધિ અને વ્યાધિ પાછળ એની જીવનશૈલી જેટલી જવાબદાર છે એટલી જ કદાચ એ ગર્ભમાં હોય ત્યારની એની એના માં - બાપની શારીરિક અને માનસિક પ્રકૃતિ જવાબદાર હોય શકે?.
આજના આધુનિક યુગ માં ગર્ભસંસ્કાર અંગેની જાણકારી ન અભાવે અને માતા પિતા માં જાગૃતતા ન હોવાને કારણે બાળકો માં જીદ, માનસિક તણાવ, અસંસ્કારિક્તા અને વ્યસનો નો શિકાર બની જાય છે.
ચાલો આપણે સાથે મળીને ઉચ્ચ કોટી નો આત્મા જન્મ લઈ શકે તે મુજબ નું વાતાવરણ નિર્માણ કરીએ..
Call 9773170560/9825463394
Transform your journey of pregnancy with Ayurveda..

No comments:

Post a Comment

મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર

  મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સહજ બાબત છે.પરંતુ જેમ જેમ બાળકની ઉમર વધતાં ...